પરંપરાગત શાહી લગ્ન કંકોત્રી ડિઝાઇન
JOSHI FAMILY શુભ વિવાહ

ચિ. કરણ ♥ ચિ. સ્વીકૃતિ

SCROLL TO EXPLORE
।। શ્રી ગણેશાય નમઃ ।। ।। શ્રી રાંદલ માં ।। ।। શ્રી સતીમાં ।।
શુભ વિવાહ સોહામણો અવસર

ચિ. કરણ & ચિ. સ્વીકૃતિ

“પધારજો પ્રેમથી માણજો ઉમંગથી, ઉજવાય છે અવસર હૃદયના રંગથી, અવસર આનંદનો પરસ્પરના સથવારે જોડાતા બે જીવનનો.”

૧૬
સંવત ૨૦૮૨ ના કારતક વદ-૧૧ • રવિવાર તા. ૧૬-૧૧-૨૦૨૫ • અમરેલી
Karan and Swikriti — original couple photograph
ચિ. કરણ સંગાથે ચિ. સ્વીકૃતિ
મંગલ પરિણય

સ્નેહભર્યું ભાવભીનું નિમંત્રણ

✦ ❀ ✦
।। શ્રી સતીમાં ।। ।। જય સુરાપુરા દાદા ।। ।। જય કાળભૈરવ દાદા ।।

અમારા કુળદેવી શ્રી રાંદલ માતાજી, સતીમાં તેમજ શ્રી સુરાપુરા દાદાની અસીમ કૃપાથી તેમજ વડીલોના આશીર્વાદથી અમારા આંગણે મંગળ અવસર આવ્યો છે.

વર પક્ષ (અમરેલી નિવાસી)

ચિ. કરણ

અ.સૌ. સુષ્માબેન તથા
શ્રી નરેન્દ્રભાઈ શશીકાંતભાઈ જોષીના સુપુત્ર

શુભ
લગ્ન
કન્યા પક્ષ (અમરેલી નિવાસી)

ચિ. સ્વીકૃતિ

અ.સૌ. રચનાબેન તથા
શ્રી વિમલભાઈ દિલીપભાઈ પંડ્યાની સુપુત્રી

સંગાથે પોતાના ગૃહસ્થજીવનનો સંવત ૨૦૮૨ ના કારતક વદ-૧૧ ને રવિવાર તા. ૧૬-૧૧-૨૦૨૫ ના રોજ તોરણ નિરધારેલ છે. તો આ શુભ પ્રસંગે નવદંપતીને આશીર્વાદ આપવા સહકુટુંબ પધારી શોભામાં અભિવૃદ્ધિ કરશોજી.

૦૦દિવસ
૦૦કલાક
૦૦મિનિટ
૦૦સેકન્ડ
શુભ મુહૂર્ત અને ઉત્સવ

માંગલિક પ્રસંગો

✦ ❀ ✦
📅 કારતક વદ-૧૦ ને શુક્રવાર • તા. ૧૪-૧૧-૨૦૨૫
ગૃહશાંતિ
સવારે ૮-૩૦ કલાકે

ગ્રહશાંતિ

વિઘ્નહર્તા ગણેશજી અને કુળદેવીના પૂજન સાથે મંગળ કાર્યનો શુભારંભ.

ભાતીગળ ગીતડા
બપોરે ૩-૦૦ કલાકે

ભાતીગળ ગીતડા ગવાશે

પરિવારની બહેનો દ્વારા પરંપરાગત લગ્નગીતો અને ઉમંગનો માહોલ.

વાડી પ્રસ્થાન
સાંજે ૫-૦૦ કલાકે

વાડી પ્રસ્થાન

સહપરિવાર વાજતે-ગાજતે શુભ લગ્ન સ્થળ (વાડી) તરફ પ્રસ્થાન.

📅 કારતક વદ-૧૧ ને શનિવાર • તા. ૧૫-૧૧-૨૦૨૫
રૂડા માણેક સ્થંભ
સવારે ૮-૦૦ કલાકે

રૂડા માણેક સ્થંભ રોપીશું

માંડવા મુહૂર્ત અને માણેક સ્થંભ રોપવાનો પાવન અવસર.

રૂડા ભોજનીયા
બપોરે ૧૧-૩૦ કલાકે

રૂડા ભોજનીયા જમીશું

સ્નેહીજનો અને પરિવારજનો સાથે હેતભર્યા મિષ્ટાન ભોજનનો આનંદ.

રૂડા મામેરા
બપોરે ૩-૩૦ કલાકે

રૂડા મામેરા ભરાશે

મોસાળ પક્ષ તરફથી હેત અને આશીર્વાદના વધામણાં.

રાસની રમઝટ
સાંજે ૯-૦૦ કલાકે

રાસની રમઝટ રમીશું

ઢોલના ધબકારે અને સંગીતના સથવારે ગરબા તથા રાસની રમઝટ.

📅 કારતક વદ-૧૧ ને રવિવાર • તા. ૧૬-૧૧-૨૦૨૫
જાન પ્રસ્થાન
સવારે ૮-૩૦ કલાકે

જાન પ્રસ્થાન

વાજતે-ગાજતે વરરાજાની શાહી જાનનું શુભ પ્રસ્થાન.

સુતરનાં તાંતણે બંધાશે
બપોરે ૧૧-૦૦ કલાકે

સુતરનાં તાંતણે બંધાશે

હસ્તમેળાપ, મંગળ ફેરા અને સપ્તપદીના પવિત્ર વચનો.

સ્નેહનું સ્વાગત

વ્હાલી પુત્રવધુ... સ્વીકૃતિ

બાબુલના ઘરથી વિદાય લઈ, પતિનું ઘર શોભાવવા આવજે,
માત-પિતાના સંસ્કાર લઈ, સૌને રીઝવવા આવજે,
વહુ તો સહુ બને, પણ તું અમારી દીકરી બનીને આવજે,
તારા શુભ આગમનથી હૃદય સુમન અમારું ખીલી જશે,
હૈયું ભરાશે તારું, પણ ગૌરવ અમારું વધી જશે...
મીઠો સાદ

ટહુકો

“નિમંત્રણ નથી આ શબ્દોનું, પણ હૈયા કેરો સાદ
પધારશો આપ સૌ સ્નેહથી, તો અમોને રહે યાદ...”
— સૌરવ, અંજલી, ભાર્ગવી, મૈત્રી....
સ્નેહના સરનામા

જોષી પરિવાર અને સ્નેહીજનો

✦ ❀ ✦

।। સ્નેહાધીન ।।

  • સ્વ. નારદલાલ બેચરભાઈ જોષી | સ્વ. નર્મદાબેન નારદલાલ જોષી
  • સ્વ. મકનજીભાઈ બેચરભાઈ જોષી | સ્વ. જીવકુંવરબેન મકનજીભાઈ જોષી
  • સ્વ. હરજીવનભાઈ બેચરભાઈ જોષી | ગં.સ્વ. વસંતબેન હરજીવનભાઈ જોષી
  • સ્વ. હિરાલાલ બેચરભાઈ જોષી | સ્વ. દયાકુંવરબેન હિરાલાલ જોષી
  • સ્વ. રતિલાલ બેચરભાઈ જોષી
  • સ્વ. રજનીકાંતભાઈ નારદલાલ જોષી | સ્વ. કાંતાબેન રજનીકાંતભાઈ જોષી
  • શ્રી શશીકાંતભાઈ મકનજીભાઈ જોષી | અ.સૌ. વિજયાબેન શશીકાંતભાઈ જોષી
  • શ્રી અરૂણભાઈ હરજીવનભાઈ જોષી | અ.સૌ. જયશ્રીબેન અરૂણભાઈ જોષી
  • શ્રી જીતેન્દ્રભાઈ હરજીવનભાઈ જોષી | અ.સૌ. પદમાબેન જીતેન્દ્રભાઈ જોષી
  • શ્રી પ્રકાશભાઈ હિરાલાલ જોષી | અ.સૌ. હિનાબેન પ્રકાશભાઈ જોષી

।। દર્શનાભિલાષી ।।

  • શ્રી નરેન્દ્રભાઈ શશીકાંતભાઈ જોષી | અ.સૌ. સુષ્માબેન નરેન્દ્રભાઈ જોષી
  • શ્રી શૈલેષભાઈ શશીકાંતભાઈ જોષી | અ.સૌ. સોનલબેન શૈલેષભાઈ જોષી
  • શ્રી જીગ્નેશભાઈ રજનીકાંતભાઈ જોષી | અ.સૌ. હિનાબેન જીગ્નેશભાઈ જોષી
  • સ્વ. નિલેશભાઈ રજનીકાંતભાઈ જોષી | ગં.સ્વ. કાજલ નિલેશભાઈ જોષી
  • શ્રી મંથનભાઈ અરૂણભાઈ જોષી | અ.સૌ. હેમાંગીબેન મંથનભાઈ જોષી
  • શ્રી જોગેન જીતેન્દ્રભાઈ જોષી | શ્રી જીગર જીતેન્દ્રભાઈ જોષી
  • શ્રી કિર્તન પ્રકાશભાઈ જોષી | શ્રી હેમાંગ જીગ્નેશભાઈ જોષી
  • શ્રી હર્ષીલ નિલેશભાઈ જોષી | શ્રી સૌરવ નરેન્દ્રભાઈ જોષી
  • કું. ક્રિસ્વી મંથનભાઈ જોષી | કું. માનસી પ્રકાશભાઈ જોષી
  • કું. હેમાંગી જીગ્નેશભાઈ જોષી | કું. અંજલી શૈલેષભાઈ જોષી
  • કું. ભાર્ગવી શૈલેષભાઈ જોષી | કું. મૈત્રી શૈલેષભાઈ જોષી

।। મોસાળ પક્ષ તથા ભાણેજ પક્ષ ।।

  • મોસાળ પક્ષ: સ્વ. દિનકરરાઈ મનસુખલાલ રાવલ | ગં.સ્વ. વસંતબેન દિનકરરાઈ રાવલ
  • શ્રી જયસુખભાઈ ગિરજાશંકર પંડ્યા | અ.સૌ. ઇલાબેન જયસુખભાઈ પંડ્યા
  • શ્રી જયેશકુમાર દિનેશભાઈ રાવલ | અ.સૌ. બિનાબેન જયેશકુમાર રાવલ
  • શ્રી સુનિલકુમાર જયસુખભાઈ પંડ્યા | અ.સૌ. સંગીતાબેન સુનિલકુમાર પંડ્યા
  • શ્રી વાસુદેવ જયસુખભાઈ પંડ્યા | અ.સૌ. સીમાબેન વાસુદેવ પંડ્યા
  • અ.સૌ. મેનાબેન જગદીશકુમાર પુરોહિતના જય ભગવતી
  • ભાણેજ પક્ષ: શ્રી કૌશીક જયેશકુમાર રાવલ | અ.સૌ. બિન્દ્રાબેન કૌશીક રાવલ
  • શ્રી હિમાંશુ જયેશકુમાર રાવલ | શ્રી જયદિપ જગદીશકુમાર પુરોહિત
  • શ્રી શુભમ સુનીલકુમાર પંડ્યા | શ્રી કૃતાર્થ વાસુદેવ પંડ્યા | કું. જયતી વાસુદેવ પંડ્યા
નિમંત્રક અને શુભ સ્થળ

શ્રી નરેન્દ્રભાઈ શશીકાંતભાઈ જોષી

📍 લોહાણા મહાજન વાડી,
લાઠી બાયપાસ, વરસડા રોડ, અમરેલી (ગુજરાત)

સ્નેહ સંદેશ (OK રીટર્ન મેસેજ)

સ્નેહી સ્વજનશ્રી, આ ડિજિટલ કાર્ડને રૂબરૂ મળ્યા તુલ્ય સમજી અમારા આંગણે આવેલા શુભલગ્ન પ્રસંગમાં પધારશોજી. આ કાર્ડ વાંચી OK નો રીટર્ન મેસેજ કરવા નમ્ર વિનંતી છે.